
મહીસાગર જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૬ ઓક્ટોબર દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
જેના સુચારું આયોજન અર્થે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી....પોષણ માસ દરમિયાન "સ્થૂળતા, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ, પુરુષોની સહભાગિતા વધારવી અને વોકલ ફોર લોકલ" જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચના આપી હતી...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ, કૃષિ, પંચાયત, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર સહિત વિભાગો દ્રારા જુદી-જુદી થીમ મુજબ કામગીરી કરાશે.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં પોષણ માસની ઉજવણી દરમિયાન વધુને વધુ લોકોને જોડવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








