
Views: 18

Read Time:58 Second
ભારતના ચુંટણીપંચ દ્વારા 1જાન્યુઆરી 2026ની લાયકાતને ધ્યાનમા રાખીને ચલાવવામા આવી રહેલ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-SIR) ધોળકા તાલુકાના બી.એલ.ઓ એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.આ કામગીરીમા સૌથી આગળ રહેનારા 58 ધોળકા વિધાનસભાના મતવિસ્તારના ભાગ નંબર 172 ગાણેસરના બુથ લેવલ ઓફિસર કરણસિંહ ઠાકોર દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) અંતર્ગત ડિઝીટાઇઝેશનની કામગીરી 100% પૂર્ણ કરવામા આવતા કલેકટર અમદાવાદ અને જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા બી.એલ.ઓ.ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા.




