નાગરિકોમાં રોષ, સરકાર તથા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક તપાસની માંગ” જો તપાસ થાય તો બો મોટો ઘટસ્ફોટ થાય તેવી સંભાવના..
જાગૃત નાગરિકો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં, ખાસ કરીને સંતરામપુર તાલુકા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકોમાં એક ગંભીર મુદ્દાને લઈને ચર્ચા વેગ પકડી રહી છે.
જિલ્લા વિસ્તારમાં આવેલી નાની-મોટી દુકાનો, વેપાર સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા ગ્રાહકોને પાકા બિલો આપવાને બદલે કાચા બિલો આપવામાં આવે છે, જેના કારણે પારદર્શક વ્યવહારને આંચકો પહોંચી રહ્યો છે.
જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, અનેક વેપારીઓ દ્વારા ખરીદી પર મળતા પાકા બિલો આપવાનું ટાળી દેવામાં આવે છે.
જ્યારે ગ્રાહકો પાકા બિલની માંગ કરે છે ત્યારે તેમને કાચા બિલો અથવા હેસ્ટી નોટ આપીને ટાળામટોળ કરવામાં આવે છે.
આ ઉપરાંત એવી ચિંતાજનક ચર્ચાઓ ચાલી રહી છે કે કેટલાક વેપારીઓ લાંબા સમયથી પાકા બિલો સરકારમાં રજૂ ન કરતાં GST કરચોરી કરતા હોવાનો સંદેહ છે.
ઉઠતા સવાલો :- આ કાચા–પાકા બિલનો ગેરવહીવટ કયા વેપારીઓ દ્વારા કરવામાં આવે છે?
સંતરામપુર તાલુકા તથા મહીસાગર જિલ્લાના અન્ય વિસ્તારો વિવિધ તાલુકાઓ માં આવા કાર્યો કેટલા સમયથી ચાલી રહ્યા છે?
- સરકારના નિયમ–કાયદાને અવગણીને, તંત્રને બાજુ પર રાખીને કયા વેપારીઓ હિંમતથી અથવા અન્ય સહારો લઈને આ ગેરવહીવટ બિન્દાસ ચલાવી રહ્યા છે?
આ બધા સવાલો જાગૃત નાગરિકો તથા લોકપંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. નાગરિકોમાંથી મળતી ફરિયાદો અને ચર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તથા સરકાર સામે હવે તાત્કાલિક, વ્યાપક અને કડક તપાસ હાથ ધરવાની માંગ ઉઠી રહી છે.
નાગરિકોની મુખ્ય માંગણીઓ :- મહીસાગર જિલ્લામાં તમામ દુકાનો, વેપારીઓ અને વેપાર સંસ્થાઓની GST અને બિલિંગ સિસ્ટમની ચકાસણી કરવામાં આવે.
- કાચા બિલ આપી GSTથી બચવાનો પ્રયાસ કરતા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
- ખરીદેલી દરેક વસ્તુ પર ગ્રાહકોને પાકા બિલ આપવાનું ફરજીયાત કરવામાં આવે.
- બિલ વિના વેચાણ કરનારા વેપારીઓના લાયસન્સની સમીક્ષા કરવામાં આવે.
મહીસાગર જિલ્લાના નાગરિકોમાં આ મુદ્દે ખુબ અસંતોષ છે અને તેઓ આશા રાખે છે કે સરકાર તથા વહીવટી તંત્ર આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈ પારદર્શક, કાયદેસર અને જવાબદાર વેપારપ્રણાલી અમલી બનાવશે.
🌹સલમાન મોરાવાલા,
સંતરામપુર.





