ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં સીધો પ્રવેશ: જવાહર નવોદય વિદ્યાલય, મહીસાગરનો તાત્કાલિક સંપર્ક કરો..
જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રીમાન. મહેંન્દ્ર બડ્સીવાલ એ અખબારી યાદી દ્વારા જાણકારી આપી છે કે પાશ્વ પ્રવેશ પસંદગી પરીક્ષા – ૨૦૨૬ માટે ઓનલાઈન આવેદન કરવા માટેની અંતિમ તારીખ – ૨૩.૦૯.૨૦૨૫ છે.
મહીસાગર જીલ્લાના રહેવાશી અને મહીસાગર જીલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં (વર્તમાન) શૈક્ષણિક) વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન ધો – ૮ અને ધો – ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વિનામૂલ્ય આવેદન કરી શકે છે, ધો – ૯ ના આવેદન માટેની લિંક https://cbseitms.nic.in/2025/nvsix_9/ અને ધો – ૧૧ માટેની લિંક https://cbseitms.nic.in/2025/nvsxi_11/ છે.
વધુમાં મહત્વની જાણકારી કે જવાહર નવોદય વિદ્યાલય મહીસાગર ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન ધોરણ – ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાલી રહેતી જુજ બેઠકો ઉપર વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૦ પાસ કરેલ અને હાલ ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સીધો પ્રવેશ આપવાનો છે તે માટે જવાહર નવોદય વિદ્યાલય મહીસાગરના કાર્યાલય નો તરત જ સંપર્ક કરવો.






