મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અને દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરની સહઅધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ સ્પર્ધાના રજીસ્ટ્રેશન અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં વધુ લોકોને સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લેવા શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરનો અનુરોધ.
આ બેઠકમાં આગામી સાંસદ ખેલ સ્પર્ધા માટે ખેલાડીઓનું મહત્તમ રજીસ્ટ્રેશન સુનિશ્ચિત થાય તેના પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રી ડૉ. ડીંડોરે જણાવ્યું કે આ સ્પર્ધા યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક ઉત્તમ તક છે.
બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ, શાળાઓના બાળકો અને કોલેજોના વિધ્યાર્થીઓ વધુને વધુ રજીસ્ટ્રેશન કરાવવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષકશ્રી શફીન હસન તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






