
શસ્ત્ર પૂજન ,ભારત માતા પૂજન પરમ પૂજ્ય ભગવા ધ્વજ ને પ્રણામ સાથે સંઘ પ્રાર્થના માં સહુ કોઈ જોડાયા હતા…
સંજેલી શિશુ મંદિર પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ માં અધિવક્તા અજયસિંહ ચૌહાણ વક્તા રણવીરસિંહ બારીયા તાલુકા કાર્યવાહ દિલીપ રાવત દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંચ પરિવર્તનના પાંચ મુદ્દાઓ પર રાષ્ટ્ર કાર્યમાં ઉન્નતિ માટે ભાર મુકવામાં આવ્યો હતો જેમાં સ્વદેશી અપનાવો સામાજિક સમરસંતા,કુટુંબપ્રબોધન,નાગરિક કર્તવ્ય,પર્યાવરણ સંરક્ષણ ની બાબતો માટે દરેક વિચારે અને આ દિશામાં આગળ વધે તે વાતને મૂકવામાં આવી હતી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હિન્દુ સમાજમાં સંગઠનની ભાવના નિર્માણ કરી વિજયવૃદ્ધિ સ્થાપિત કરવાના શુભ હેતુથી પ્રતિવર્ષ વિજ્યાદશમી ઉત્સવ વિજય પ્રાચીન પરંપરા ને અનુસરે છે. રાષ્ટ્રનિર્માણ કાર્યમાં સૌ કોઈ જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું . આગામી દિવસોમાં થનારી કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં સ્વયંસેવક સંઘના આગેવાનો.નગરજનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.



