ભાજપના પોતાનાં અમુક બાર સભ્યોએ ભ્રષ્ટાચાર ઊજાગર કરતા મચી ગઇ ભારે હલચલ….!
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકા, જ્યાં ભાજપનું એક હથ્થુ શાસન છે, ત્યાં ભષ્ટ્રાચાર અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પોતાનાં ચુંટાયેલા 15 પૈકી 12 સભ્યોએ પક્ષના સંગઠનમાં લેખિત રજુઆત કરી,
જેમાં નગરપાલિકા અંદર ચાલી રહેલા ભ્રષ્ટ વ્યવહાર સામે ખુલાસા કર્યા છે.
🔹 મૂળ મુદ્દાઓમાં નીચેના આક્ષેપો કરવામાં આવ્યા છે:
પૂર્વ ચીફ ઓફિસર શ્રી હઠીલાના કાર્યકાળ દરમ્યાન વિકાસ કાર્યોમાં મળેલી વિવિધ ગ્રાન્ટમાં ભષ્ટ્રાચાર.
પાણી પુરવઠા વિભાગમાં રૂ. 19.84 લાખના માલસામાન ખરીદ માટે ચુકવાયેલ રકમ, જ્યારે માત્ર અંદાજે રૂ. 11 લાખનો માલસામાન જ આવેલ.
લાઈટ વિભાગમાં પણ રૂ. 23.88 લાખના ચેક અદાયગી બાદ ફક્ત રૂ. 2 લાખનો સામાન જ સપ્લાય.
કુલ અંદાજે રૂ. 1 કરોડનાં ખર્ચમાંથી ફક્ત 20% માલસામાન સપ્લાય, જ્યારે બાકી રકમની રોકડ ચૂકવણીની આશંકા.
માલસામાન ન હોવા છતાં એજન્સીનો ચેક થકી ભરણો, જેમાં એકાઉન્ટન્ટ અને સંબંધિત કર્મચારીઓની સંડોવણીના આક્ષેપો.
ભરતી પ્રક્રિયામાં પણ નિયમોની અવગણના, કર્મચારીઓની અયોગ્ય નિમણૂક અને ગ્રાન્ટનો દુરુપયોગ. 🔍અરજી તથા તપાસની માંગ:
તાત્કાલિક નગરપાલિકા એકાઉન્ટન્ટની બદલી
વિશેષ તપાસ ટીમની નિમણૂક
માલસામાન ખરીદી, વિકાસ કાર્યો, 73 ÀÀ જમીનના મુદ્દાઓ અને ભરતી પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસ
ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવવા કડક પગલાં..
ભાજપના આ 12 સભ્યો દ્વારા સ્પષ્ટ રૂપે જણાયું છે કે, તેઓ ભષ્ટ્રાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે અને નગરજનોની ભલાઇ માટે આવા કૌભાંડો સામે ધિરજપૂર્વક અને દ્રઢપણે લડી રહ્યા છે. રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગે જો તાત્કાલિક પગલાં ન લીધા તો આ મુદ્દો રાજ્યભરમાં ભાજપ માટે રાજકીય તબાહીનું કારણ બની શકે તેવી પૂરે પૂરી શક્યતાઓ છે..તેવું જાગૃત નાગરિકો નું માનવું છે…..