
શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ને અનુરૂપ, સંતરામપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા હોલ ખાતે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અધ્યક્ષશ્રી તરીકે નગરપાલિકા પ્રમુખશ્રી નિશાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકમેળામાં શહેરી ફેરિયા માટે ₹15,000, ₹25,000 અને ₹50,000 સુધીની લોન યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
લાભાર્થીઓને યોજના વિશે માહિતગાર કરવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર તથા સ્ટાફે સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સંતરામપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઈ રાણા, મહામંત્રીશ્રીઓ શ્રી પ્રીતેશભાઈ અને શ્રી કેવલભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ તેમજ વિવિધ બેંકોના પ્રતિનિધિઓ અને શહેરી ફેરિયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સ્થાનિક શહેરી ફેરિયાઓએ સરકારની આવકવર્ધક યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરણા મળી હતી અને મળેલા માર્ગદર્શનથી મોટી સંખ્યાએ લોન માટે અરજી પણ કરી.



