સંતરામપુર તાલુકાના બટકવાડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં આવેલ કુવામાંથી આશરે 11 ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો…
સ્થાનિક ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી. જાણ મળતાજ તુરંત જ વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો સ્થળ પર પહોંચી ગયા અને સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું…
અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે નિકટવર્તી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના મયુર ડામોર, દિપેશ પ્રજાપતિ, રમણભાઈ વણજારા અને અતુભાઈનો મહત્વનો ફાળો રહ્યો…
અજગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોમાં ભયનું વાતાવરણ શાંત થયું અને સૌએ રાહતનો શ્વાસ લીધો…