Views: 165
Read Time:1 Minute, 5 Second
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મહીસાગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સંતરામપુર ખાતે ભવ્ય “મેગા નમો રક્તદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું…..
આ રક્તદાન કેમ્પ સંતરામપુરના શિક્ષણ ભવન , ડાયટ ખાતે યોજાયો હતો….. જેમાં રાજ્ય તેમજ મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ, શિક્ષક સંઘો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો…
આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ દેશભરમાં સૌથી વધુ રક્તદાન થવાના ઇરાદાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે એ માટે યોજાયો હતો….
કેમ્પમાં ઉમટેલી સભ્યતા, સંકલ્પ અને સેવાભાવના ભાવના વડાપ્રધાનના જનમદિવસને સચ્ચા અર્થમાં સેવાદિવસ બનાવતી જણાઈ આવી….






