
વાત કરીએ આ ગોધરાની તો ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છલકાતા અને ઉકરડાઓ થી ઉભરાતા કન્ટીનરો….આ છે ગોધરાની સ્થિતિ…. ગોધરા નગરપાલિકાના સભ્યો કઈ પણ કામ કરાવતા નથી…. વોર્ડના રહીશો ફોન કરે તો એકવાર ફોન ઉપાડે પછી કાલે કામ કરાવી દઈશ. એમ કહી પછી ફોન ઉપાડતા જ નથી… ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ગંદકીના કારણે ઘરે ઘરે લોકો બીમારી ના શિકાર બનેલા જોવા મળે છે…. આવી સ્થિતિ જોઈને પણ ગોધરા નગરપાલિકા ના મુસ્લિમ સભ્યોનું પેટનું પાણી પણ નથી હલતું….શરમ કરવી જોઈએ. જે ઇલેક્શન વખતે ઘરે ઘરે જઈને જે વિકાસના કામોની વાત અને વાયદાઓ કરેલા એ કામો ગોધરા ના પશ્ચિમ વિસ્તારમાં થયા જ નથી….ખાલી ગપ્પા મારીને વોટ લઈ જતા રહ્યા છે શું આ અહેવાલ પછી માલિક એમને સદ્બુદ્ધિ આપશે…શું આ લોકો આ જાહેર લોકહિત નું કામ કરાવશે ખરા કે પછી અંધા ક્યા દેખતા હૈ ઔર બેહરા ક્યાં સુનતા હૈ હેવી સ્થિતિ જ રહેશે એ તો આવનારો સમય બતાવશે….પરંતુ એક વાત ચોક્ક્સ યાદ રાખજો કે લાચાર જનતા ને જેટલી હેરાન પરેશાન કરવી હોય તેટલી કરી લો..પરંતુ ઉપર વાળા ને ત્યાં દેર છે પણ તમારા જેવું અંધેર નથી….તેની લાકડી નો અવાજ પણ નહીં આવે અને બધાને માલિક સરખા કરી નાખશેજ..તેવી લોકો હૈયા વરાળ કાઢતા જોવા મળે છે…શું કોઈ ઈમાનદાર અધિકારી કે પદાધિકારી લોક હિત માટે નું આ કાર્ય કરશે ખરા કે પછી આંખ આડા કાન કરશે તે આવનાર સમયજ બતાવશે…




