સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગોધરા શહેરના ઝાકીર ઝભા નામના યુવાને તાજેતરમાં ભર બજારમાં "આઈ લવ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)" ના બોર્ડ અને નારા સાથે એક રીલ બનાવી હતી, જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અસંખ્ય લોકો એ આ reel ને પસંદ કરીને લાઈક અને શેર કર્યું હતું.
પરંતુ આ ભવ્ય અભિવ્યક્તિના જવાબે, ગોધરા શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝાકીર ઝભાને બોલાવીને તેની સાથે ઢોર માર કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આ ઘટનાની જાણ થતાં ગોધરા સહિત સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક અને ગુસ્સાની લાગણી જોવા મળી છે. સમાજના આગેવાનો અને નાગરિકો ઘેરી વેદનાથી રસ્તા પર ઉતરી આવ્યા છે અને ખુલ્લેઆમ શાંતિપૂર્ણ રીતે ન્યાયની માગણી કરી રહ્યા છે.
મુલભૂત માનવીય હક્કો અને ધર્મની અભિવ્યક્તિનો આ પ્રકારનો દબાવો અસહ્ય અને અસમાજિક ગણાય છે. ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા તાકીદે આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને યુવાનને ન્યાય મળે તેવા આગ્રહપૂર્ણ માગ કરવામાં આવી રહી છે.
અને સમાજ પીડિત યુવાન સાથે છે અને આગ્રહ કરે છે કે સરકાર તથા અધિકારીઓ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને સાવચેતીપૂર્વક અને ન્યાયસંગત રીતે કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે....
સત્ય હકીકત શું છે તે છે તપાસ નો વિષય….
ગોધરા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શાંતિ માટે અપીલ કરવામાં આવી હોવાની માહિતી પણ પ્રાપ્ત થવા પામી છે….