
મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સંતરામપુર ડેપો ખાતે શ્રમદાન કરી અભિયાનનો સુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથીજ જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે. ઘરથી ગલી અને શાળાથી શહેર સુધી સ્વચ્છતા રાખી સ્વચ્છતા ને સ્વભાવ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અપનાવીએ અને સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ. આપણા દરેકની ફરજ છે કે જયા ત્યાં કચરો ફેંકવો નહીં અને જેમ આપણે ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણું શહેર અને ગામ પણ સ્વચ્છ રાખીએ.
મંત્રીશ્રીએ સંતરામપુર ડેપો ખાતે શ્રમદાન કરી ડેપો ખાતે ઉપસ્થિત મુસાફરોન સ્વચ્છતાનું મહત્વ સમજાવી કચરો ન ફેલાવવા અપીલ કરી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિશાબેન મોદી સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.




